Join WhatsApp Group Join Now
Join telegram Chennel Join Now

અંબાલાલ પટેલની આગાહી: 22 જુલાઈથી વરસાદનો નવો રાઉન્ડ, ખેતી માટે કરી ખાસ આગાહી, જાણો વધુમાં શું જણાવ્યું

By | July 14, 2022

અંબાલાલ પટેલની આગાહી: 22 જુલાઈથી વરસાદનો નવો રાઉન્ડ, ખેતી માટે કરી ખાસ આગાહી, જાણો વધુમાં શું જણાવ્યું

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે રાજ્યમાં વરસાદને લઈને ફરી મોટી આગાહી કરી છે આગાહી અનુસાર મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની શક્યતા છે. આ સાથે આવતીકાલે સાર્વત્રિક વરસાદની સંભાવના પણ વ્યક્ત કરી છે. 16 જુલાઈ થી ગુજરાતમાં વરસાદનું ચોર ઘટશે. અને 22 જુલાઈ થી ફરી રાજ્યમાં વરસાદ શરૂ થશે તેવી આગાહી અંબાલાલ પટેલ દ્વારા કરવામાં આવે છે. 22 થી 30 જુલાઈ સુધી રાજ્યમાં વિવિધ વિસ્તારોમાં વરસાદ થઈ શકે છે. સાથે 24 થી 26 જુલાઈ સુધી દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પોન ફુગાવાની પણ આગાહી કરી છે.

મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતભારે વરસાદ ની આગાહી: અંબાલાલ

મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ વ્યક્ત કરી રહ્યા છે. તેમને જણાવ્યું હતું કે રાજ્યમાં આવતીકાલે સાર્વત્રિક વરસાદ પડશે. આ સાથે 16 જુલાઈ થી વરસાદનું જોર ઘટશે. તો સાથે 22 જુલાઈ થી ફરી વરસાદનો નવો રાઉન્ડ શરૂ થશે. 22 થી 30 જુલાઈ સુધી રાજ્યના વિવિધ ભાગમાં ભારે વરસાદ વરસવાની શક્યતા છે. આ સાથે 24 જુલાઈ થી 26 જુલાઈ દરમિયાન દરિયાકાંઠાના વિસ્તારોમાં ભારે પવન શક્યતાઓ પણ વ્યક્ત કરી છે.

20 જુલાઈ પછીનો વરસાદ ખેડતો માટે ફાયદાકારક

હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ની આગાહી મુજબ જો 20 જુલાઈ વરસાદ આવે તો તેનાથી ખેડૂતોને મોટો ફાયદો થઈ શકે છે. રાજ્યમાં સતત વરસાદને લઈને કેટલાક જિલ્લાઓમાં ખેડૂતોના પાકને મોટું નુકસાન થતું હોય છે. આ તરફ હવે ફરી એકવાર અંબાલાલ પટેલે ભારે વરસાદની આગાહી કરી છે.

 

વરસાદથી અસરગ્રસ્ત જિલ્લામાં થશે પાક નુકસાનીનો સર્વે

ગુજરાતમાં છેલ્લા કેટલાક દિવસથી મેઘરાજાએ ધડબડાટી બોલાવી છે. ઠેર-ઠેર વરસાદી પાણી અને ક્યાંક પૂરના કારણે કૃષિ પાકોને મોટું નુક્શાન થયું છે. જેને લઈ હવે ભૂપેન્દ્ર પટેલ સરકાર એક્શનમાં આવી છે. સરકારે આજે વધુ વરસાદથી અસરગ્રસ્ત જિલ્લામાં પાક નુકસાનીના સર્વે કરવા આદેશ કર્યા છે. રાજ્ય સરકારે જિલ્લા કૃષિ અધિકારીઓને સર્વે રિપોર્ટ તૈયાર કરવા સૂચનો આપ્યા છે.

વધુ હવામાન ની માહિતી જાણવા માટે અહી ક્લિક કરો

સરકારી ભરતી અને યોજના ની માહિતી મેળવવા માટે અમારા વોટ્સએપ ગ્રૂપ મા જોડાવો Join Now

Leave a Reply

Your email address will not be published.