સીઝન પૂર્ણ થતા તાલાલા પંથક માં કેરીની આવકમાં ઘટાડો, જાણો 10 કિલો કેરી નો નવો ભાવ
કેરી ફળોનો રાજા છે. નાના-મોટા સૌ કોઈને કેરી ખૂબ પસંદ હોય છે. ત્યારે આ વર્ષે તો કેરીના ભાવ આસમાને પહોંચી ગયા છે. જેથી લોકોને કેરી ખરીદવા માટે વિચાર કરવો પડી રહ્યો છે. ત્યારે હાલ કેસર કેરીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે. હવામાનમાં ફેરફાર થવાને કારણે કેરીનું ઉત્પાદન ઓછું થયું છે, જેથી સીઝનની શરૂઆતમાં કેરીના ભાવમાં મોટો વધારો જોવા મળ્યો હતો.
ગયા વર્ષે કેસર કેરી નો ભાવ 670 રૂપિયા પ્રતિ બોક્સ હતો જ્યારે આ વર્ષે કેસર કેરીનો ભાવ વધીને 1850 રૂપિયા પ્રતિ બોકસ જોવા મળ્યો હતો. કેરીના ભાવ આસમાને પહોંચતાં લોકોએ કેરીના સ્વાદની મજા માણી ન હતી,
પરંતુ હાલ હવે કેસર કેરીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. જેથી કેસર કેરીના ભાવ હાલ 10 કિલોના 1350 રૂપિયા જોવા મળી રહ્યા છે. મહારાષ્ટ્ર અને ગુજરાતમાં કમોસમી વરસાદને કારણે કેસર કેરીના પાકને ઘણું નુકસાન થયું હતું.
જેથી કેસર કેરીના પાકનું ઉત્પાદન થતાં ભાવમાં આ વર્ષે ખૂબ મોટો વધારો જોવા મળ્યો હતો. ત્યારે વાતાવરણમાં અચાનક પલટો આવતા અને ભારેપવન ફૂંકાવા ને કારણે કેસર કેરીનો પાક ખરી પડે જેથી કેસર કેરીનું ઉત્પાદન અને માર્કેટમાં કેસર કેરીની આવક ઓછી થતી જતી ભાવમાં ખૂબ મોટો વધારો જોવા મળ્યો હતો.
પરંતુ હાલ કેસર કેરીના ભાવમાં ઘટાડો જોવા મળી રહ્યો છે. કેસર કેરીના 10 કિલોના ભાવે 1400 રૂપિયા જોવા મળી રહ્યા છે. કેરી માટે સ્થિત અનુકૂળ વાતાવરણ અને કમોસમી વરસાદ ન થાય તો કેસર કેરીનો પાક વધારે થાય,
પરંતુ આ વખતે અનેક કારણોસર કેસર કેરીના પાકમાં ઘટાડો જોવા મળ્યો હતો. હવે બજારમાં કેસર કેરીની ધરખમ આવક ને લીધે કેસર કેરીના ભાવ ખૂબ નીચા પ્રમાણમાં જોવા મળી રહ્યા છે. હવે મધ્યમ વર્ગની કેરી ખરીદવા માટે વધારે પૈસા ચૂકવવા પડતા નથી.
તેમજ હવે ધીમે ધીમે કેરીની સીઝન પુરી થવા આવી છે, ત્યારે કેરીના ભાવમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે. હવે રાજ્યમાં ચોમાસાની શરૂઆત થતાની સાથે કેરીના ભાવ નીચા જોવા મળી રહ્યા છે જેથી ગરીબ અને મધ્યમ વર્ગ પણ કેરી નો લાભ લઇ રહ્યા છે. હવે રાજ્યમાં ચોમાસાની શરૂઆત થતાં કેરીની સીઝન પૂર્ણ થવા આવી છે.
- IDBI Recruitment 2022 Special Officer Post Apply Online
- Photo and Video recovery App Download Apk File
- Gujarat Energy GERMI Recruitment for Various Posts 2022
- Coal India Recruitment 2022 For 1050 Management Trainee
- BOB Recruitment 2022 Specialist Officer Post Apply Online